Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુ.પી.-બિહાર સહિત ૪ રાજ્યોમાં અતિવૃષ્ટિ-ભૂસ્ખલનથી કુલ ૧૮ર મોત
નવી દિલ્હી તા. ૧૧: દેશમાં છેલ્લા ર૪ કલાકમાં વરસાદના કારણે ૩ ના મોત થયા છે, જ્યારે યુપી-બિહાર સહિત ૪ રાજ્યોમાં કુલ ૧૮ર લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે, જ્યારે આજે પણ ઘણાં રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.
ગઈકાલે દેશમાં ચોમાસાના કારણે ઘણાં રાજ્યોમાં સારો વરસાદ થયો હતો, તો મેઘતાંડવથી ઘણાં સ્થળે તારાજી પણ સર્જાઈ છે. ચોમાસાના કારણે અત્યાર સુધીમાં યુપીમાં પર, બિહારમાં ૧૬, આસામમાં ૯ર અને હિમાચલ પ્રદેશમાં રર લોકોના મોત થયા છે. યુપીમાં વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના ચમોલીમાં મંગળવારે ભૂસ્ખલન થયા પછી બદ્રીનાથ હાઈ-વે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જો કે, ગઈકાલે પણ આ માર્ગ ખુલ્લો થઈ શક્યો ન હતો. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં વરસાદના કારણે ૩ લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડના હલ્દવાની, બનબાસા, સિતારગંજ, ખતિમા અને ટનકપુરમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ભૂસ્ખલનના કાટમાળને કારણે ર૦૦ થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ તણાઈ રહી છે. ગોપાલગંજ, બેતિયા, બગાહામાં બુધવારે વીજળી પડવાથી ૪ લોકોના મોત થયા છે અને ૬ લોકો ઘાયલ થયા છે.
હવામાન વિભાગે આજે ઘણાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ, યુપી, એમપી, બિહાર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, જમ્મુ, આસામ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આઈએમડી એ બિહાર, બંગાળ, સિક્કિમ, મેઘાલયમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અન્ય રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial