Advertisement
Author: નોબત સમાચાર

સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની કરાઈ સજા

રૂ. ૧૧,૮૪૦નો દંડપેટે ભરવા હુકમઃ

જામનગર તા. ૧૧: જામનગરની એક સોસાયટીએ રૂ. ૧૧,૮૪૦નો સભાસદનો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ પ્રકાશ ભાગચંદ લાલવાણીએ સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ કરાતા પરત ફર્યાે હતો. સોસાયટી દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમનું લેણું ભરપાઈ ન થતાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલવા પર આવતા  ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલા પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી પ્રકાશ ભાગચંદ લાલવાણીને  તક્સીરવાન ઠરાવી એક મહિનાની કેદ અને ચેકની રકમ રૂ. ૧૧,૮૪૦નો દંડ ભરવા હુકમ કર્યાે છે. સજાના હુકમ વેળએ અદાલતમાં આરોપી ગેરહાજર હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા તથા જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh