Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદઃ વરાપ નીકળ્યો
જામનગર તા. ૧૧: હાલારમાં ગઈકાલે થોડો છૂટોછવાયો વરસાદ થયો હતો. એ સિવાય મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, જેથી વરાપ નીકળ્યો હતો, જો કે અમુક ગામડામાં એકથી ત્રણ ઈંચ જેટલો સારો વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લામાં આજે સવારે પૂરા થતા છેલ્લા ર૪ કલાકમાં ધ્રોળમાં ૯ મી.મી., કાલાવડમાં ૪ મી.મી. અને લાલપુરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે અમુક ગામડામાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં મોડપરમાં ૭ર મી.મી., સમાણામાં પ૩ મી.મી., પરડવામાં ૪૮ મી.મી., વાંસજાળિયામાં ર૮ મી.મી., જામવણંથલીમાં રર મી.મી., લૈયારામાં રર મી.મી., ધુનડામાં ૧પ મી.મી., મોટા વડાલામાં ૧પ મી.મી., જામવાડીમાં ૧૦ મી.મી. અને ભલસાણ બેરાજામાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે ઓ સવારે જામજોધપુરમાં પાંચ મી.મી. વરસાદી ઝાપટું વરસ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ભાણવડમાં પોણો ઈંચ તથા ગુંદાળા, ભેટારિયા, રેટા કાલાવડ, સાજડીયારી, કંટોલિયા ગામમાં બે થી અઢી ઈંચ વરસાદ થયો હતો. આથી નદીઓમાં પૂર આવ્યા હતાં. ખંભાળિયા તાલુકાના ભાડથર, લાલુકા, ફોટ, વગેરે ગામમાં પણ બે થી અઢી ઈંચ વરસાદ થયો હતો. આથી ઠેર-ઠેર પૂરના દૃશ્યો સર્જાયા હતાં.
કલ્યાણપુરના ટંકારિયાથી પ્રેમસર ગામ તરફનો માર્ગ ઉપર હજૂ ત્રણેક ફૂટ પાણી હોવાથી લોકો દોરડાના સહારા વડે આવનજાવન કરે છે. ભાડથરમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે બેથી અઢી ઈંચ વરસાદ થતા પૂર આવ્યા હતાં.
ખંભાળિયાના ર૩ ગામની જીવાદોરી સમાન ઘી ડેમમાં બે ફૂટ નવા પાણીની આવકથી સપાટી ૯ ફૂટે પહોંચી છે, અને દોઢ ઈંચ વરસાદથી બે માસનો પાણીનો જથ્થો આવી ગયો છે, તો સિંહણ ડેમમાં પણ દોઢ ફૂટ નવું પાણી આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial