Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ વર્ષની ઉંમરે ૫ેન, પેપર, કેલ્ક્યુલેટર વગર ક્ષણભરમાં કરે છે ગણતરીઃ
જામનગર તા. ૧૧: યુરોપના સ્પેઈનમાં યોજાઈ રહેલા અલોહા આંતરરાષ્ટ્રીય કોમ્પિટીશનમાં જામનગરના માસ્ટર તત્સમ રાયચુરાને જોડાવવાની તક મળી છે. જામનગરના અલોહા એશ્યોર એકેડમી (જોલી બંગલો સેન્ટર)માં અભ્યાસ કરતા તત્સમ આનંદભાઈ રાયચુરા હાલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટેની તૈયારી કરી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સ્પર્ધાનો સામનો કરવાની શક્તિ નાનપણથી જ વિકસે છે. અતિ કઠિન ગણતરીઓ કોઈપણ બહારી સાધનો (પેન, પેપર, કેલ્કયુલેટર) વગર માત્ર સેકન્ડોમાં કરી શકે છે. સમગ્ર દેશમાં જામનગરનું ગૌરવ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી વધાર્યા પછી હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર એરીથમેટીક સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ સ્પર્ધા મેડ્રીડ, સ્પેઈનમાં તા.૨૦ જુલાઈના યોજાનાર છે.
વિદ્યાર્થીની તૈયારીમાં જોશ ભરવા માટે શહેરના અગ્રગણ્ય મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. એશ્યોર એકેડમીની ટીમ અને તત્સમને મેન્ટલ એરીથમેટીકની તાલીમ આપનાર ટીચર મીસ નીલા ઝીંઝુવાડીયા, મીસ રિદ્ધિ પારેખ તથા સેન્ટર મેનેજર ચાંદની શાહ દ્વારા તત્સમને ટાર્ગેટ ટેસ્ટમાં સારા પ્રદર્શન બદલ અભિનંદન પાઠવાયા હતા. સાથે સાથે લોકપ્રિય પ્રોવીડેન્શિયલ ઈન્ટરનેશનલ સ્કૂલ કે જેમાં માસ્ટર તત્સમ રાયચુરા અભ્યાસ કરી રહ્યો છે તેના પ્રિન્સીપાલ ડો. ગીતાબેન ભંભાણી દ્વારા તત્સમને શુભેચ્છા આપી તેની ઉર્જામાં વધારો કરાયો હતો. મીસ હાર્મી બકરાણીયા દ્વારા પોડકાસ્ટ રેકોર્ડ કરી તત્સમની તૈયારીઓ વિશે જાણકારી મેળવી મેન્ટલ એબીલીટીને સબળ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષાેમાં એરીથમેટીક સ્કીલ પ્રદર્શિત કરવામાં રાજ્ય તેમજ સમગ્ર દેશમાં તત્સમ અગ્રીમ સ્થાન પર રહ્યો છે તેની આંકડાકીય સ્કીલ્સ જોઈને ભલભલા ચકીત થઈ જાય છે. વિદ્યાર્થીને આંતરરાષ્ટ્રીય કોમ્પિટીશનની સ્કીલ્સને નીહાળવા સમગ્ર જામનગર નગરજનોને આ તકે એશ્યોર એકેડમી અલોહા જોલી બંગલો સેન્ટર તરફથી અનુરોધ કરાયો છે. વિદ્યાર્થીના પ્રદર્શનને નીહાળવા ૯૮૯૮૧ ૯૯૯૫૮ પર ટેલિફોનિક એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક છે. એશ્યોર એકેડમી અલોહા જોલી બંગલો સેન્ટરના મેનેજીંગ ડાયરેકટર ઉદય કટારમલે જણાવ્યું કે, સફળતાની ચાવી માત્ર વિદ્યાર્થીઓની મહેનતમાં નથી પરંતુ તેમના શિક્ષકો, સહયોગીઓ અને માતા-પિતા દ્વારા અપાયેલા સતત પ્રયત્નો અને માર્ગદર્શનમાં છે. શ્રેષ્ઠતા હંમેશાં સંગઠિત પ્રયત્નોથી જ મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial