Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના જર્જરીત ૧૨ બ્લોકનું બાંધકામ તોડી પડાયું

મહાનગર૫ાલિકાની એસ્ટેટ શાખા દ્વારા

જામનગર તા. રઃ જામનગરમાં સાધના કોલોની સ્થિત હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસ યોજનાના ફલેટનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તેમાં વધુ ચાર બ્લોકમાં ૪૮ ફલેટનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત હાલતમાં હોવાથી જાનહાનીની શક્યતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા આવા મકાનો ખાલી કરાવી તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગત્ શનિવારે પણ વધુ ચાર બ્લોકમાં ૪૮ ફલેટનું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બ્લોક નંબર ૧૦૭, ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ નું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

આમ અત્યાર સુધીમાં કુલ ૪ર બ્લોક તોડી પાડવામાં આવ્યા છે. હજુ ૧૫ બ્લોક બાકી છે. તેમના બાંધકામ આગામી સમયમાં તોડી પાડવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષિત, સુનિલ ભાનુશાળી, અનવર ગજ્જણ, યુવરાજસિંહ ઝાલાની દેખરેખ હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh