Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં
નવી દિલ્હી તા. રઃ પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ હતી. જેમાં ૧૦૦ થી વધુ લોકોના મરણ થયા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ આ ઘટનાને લઈને જણાવ્યું કે 'રવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોની વચ્ચે અથડામણમાં ડઝન લોકો માર્યા ગયા છે. એક ડોક્ટરે જણાવ્યું, 'હોસ્પિટલમાં મૃતદેહોની લાઈન લાગેલી છે. ઘણાં મૃતદેહ જમીન પર પડેલા છે. શબઘર ભરેલા છે.'
સોશિયલ મીડિયા પર આ હિંસાના ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરા-તફરીનો માહોલ નજર આવી રહ્યો છે. પ્રયત્ક્ષદર્શીઓ અનુસાર રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ એનજેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાડી દીધી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, 'હિંસા મેચ રેફરીની તરફથી એક વિવાદિત નિર્ણય આપ્યા પછી શરૂ થઈ હતી. ચાહકો ચાહકો ભડકી ગયા અને પછી ખૂબ હિંસા ભડકી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયોના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial