Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીના જ અધિકારી સામે નોંધાવાઈ રાવઃ
જામનગર તા. ૨: જામનગર પીજીવીસીએલ કચેરીમાં ત્રણેક વર્ષ પહેલાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારી સામે એક કોન્ટ્રાક્ટરના પત્નીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર કોઈ કેસમાં જેલ હવાલે થયા પછી તેની પત્ની આ અધિકારીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું છે.
જામનગરના વીજ કંપનીના વર્તુળમાં ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક આસામી કોઈ ગુન્હામાં વર્ષ ૨૦૨૧માં ઝડપાયા પછી જેલ હવાલે થયા હતા. તે પછી તેમના પત્ની જામનગર પીજીવી સીએલ કચેરીમાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમાં આવ્યા હતા.
ત્યારપછી પરિચય કેળવાતા હિતેન્દ્રસિંહે ધ્રોલ લઈ જઈ તે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેવી ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સતત ત્રણ વર્ષ સુધી તે મહિલા પર આ શખ્સે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત છેડતી પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અધિકારી હાલમાં રાજકોટમાં વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial