Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર રોડ પર મરામતની ધીમી કામગીરીથી જનતા પરેશાનઃ સાધના કોલોની પાસે રિક્ષા પલટી

જામનગર તા. ૨: જામનગરમાં પવનચક્કીથી લઈને લાલપુર બાયપાસ સુધીનો માર્ગ ફોર ટ્રેક છે. આ રસ્તા પર વાહનોનો ખૂબ ધસારો જોવા મળે છે. હર્ષદમીલની ચાલીથી લઈને પંપહાઉસ સુધી ખોદકામ પછી આ ફોર ટ્રેક માર્ગ થ્રી ટ્રેકમાં પરિવર્તિત થઈ ગયો છે.

આ માર્ગ પર પાણીની પાઈપલાઈન નાખવા માટે કરાયેલા ખોદકામ પછી તેના લેવલીંગ માટે તંત્ર દ્વારા હાલ કાકરી પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના પગલે આ માર્ગ પર વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે. પણ સાધના કોલોની પાસે એક રિક્ષા પલટી મારી ગઈ હતી. સદ્નસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી.

રણજીતસાગર રોડ પર ખોદકામ પછી મરામતની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થતા લોકોને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી રણજીતસાગર રોડ પર મરામતની કામગીરી ઉચ્ચ ગુણવત્તાવાળી અને ઝડપી બનાવવા માટે લોકમાંગ ઊઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh