Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સસ્તામાં મોટર અપાવવાનું કહી બતાવ્યો ઠેંગોઃ
જામનગર તા. રઃ જામનગરમાં કમીશનથી કારનો લે-વેચનો વ્યવસાય કરતા એક આસામી અને તેના ગ્રાહકને મહેસાણાના વીસનગરના શખ્સે સસ્તામાં મોટર અપાવી દેવાનું કહી આંગડીયા મારફતે રૂ.૪ લાખ ૧૫ હજાર મંગાવી ઠેગો બતાવી દેતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડી રીંગરોડ પર આવેલી પુરબીયા વાડી નજીક ટેનામેન્ટમાં રહેતા અને સમર્પણ સર્કલ પાસે જય બજરંગ કાર પોઈન્ટ નામનો વાડો ચલાવતા કરશનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના આસામીને ગયા જુન મહિનામાં મહેસાણાના વીસનગરમાં રહેતા જગદીશ પિયુષભાઈ પટેલ ઉર્ફે કારસ નામના શખ્સનો ભેટો થયો હતો.
આ શખ્સે પોતાની ઓળખ કાર ૨૪વાળાના નામે આપી વાતચીત આગળ વધાર્યા પછી જીજે-૧૦-ડીઈ ૯૧૭૨ નંબરની મારૂતી કંપનીની બ્રેઝા મોટર વેચવાની છે તેમ કહ્યા પછી વોટ્સએપ પર તે મોટરના ફોટા અને કાગળો વગેરે મોકલાવ્યા હતા. તે કાર ખરીદવા માટે કરશનભાઈ સહમત થતાં કારનો સોદો કરવામાં આવ્યો હતો. તેથી જગદીશે રૂ.૪ લાખ ૧પ હજાર આંગડીયાથી મોકલી આપવા માટે કહ્યું હતું.
તે રકમ ૧૧ જુને આંગડીયા પેઢીમાં કરશનભાઈએ આપી દીધી હતી. તે પછી જગદીશે મોટર નહીં આપતા અને એક ગ્રાહક સાથે પણ છેતરપિંડી કરતા કરશનભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial