Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના ખેડૂતો વર્ષ ૨૦૨૪-૨૫ માટે
જામનગર તા. ૨: જામનગર જિલ્લાના ખેડૂતો વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ જામનગર જિલ્લા સહિત તમામ જિલ્લાઓના ખેડૂતો આઈ ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે વિવિધ ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ તા. ૦૧-૧૨-૨૦૨૪ (દિન-૦૭) સુધી અર્ધપાકા ટ્રેલીઝ-મંડપ, કાચા ટ્રેલીઝ-મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિમાં પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ચીંગ મશીન, મેન્યુલ સ્પ્રેયર નેપસેક-ફટ ઓપરેટેડ સ્પ્રેયર, ખેતર પર ગ્રેડીંગ, શોટીંગ, પેકીંગ એકમો ઉભા કરવા સહાય, કાપણી પછીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ઔષધિય- સુગંધીત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા કરવા, મિશન મધમાખી કાર્યક્રમ, ટ્રેકટર (૨૦ પીટીઓ એચપી સુધી) ટ્રેકટર માઉન્ટેડ-ઓપરેટેડ સ્પેયર (૩૫ બીએચપી વધુ), ઈલેકટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ- ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ બીએચપી થી ઓછા), પાવર નેપસેક સ્પેયર- પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર (૧૨ ૧૬ લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર-પાવર ઓપરેટેડ તાઈવાન સ્પેયર (૧૬ લી. ક્ષમતાથી વધુ), પાવર નેપસેક સ્પેયર-પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર (૮ ૧૨ લી. ક્ષમતા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદ ફલો, દાંડી ફલો-કટ ફલાવર ઘટકોમાં તેમજ તા. ૦૧-૧૨-૨૦૨૪ થી તા. ૧૫-૧૨-૨૦૨૪ (દિન ૧૫) સુધી આંબા- જામફળ ફળ પાક ઉત્પાદકના વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ માટે ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય, કમલમ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા સહાય, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાકોમાં પ્લાટીંગ મટીરીયલ માટે ૯૦% સહાયનો કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ) નળાકાર સ્ટ્રકચર માટે, નેટહાઉસ નળાકાર સ્ટ્રકચર માટે રાઈપનીંગ ચેમ્બર, (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે. ટન), સંકલિત કલ્લડ ચેઈન સપ્લાય સીસ્ટમ, ફંકશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર (કલેકશન, શોર્ટીંગ- ગ્રેડીંગ, પેકીંગ એકમો વિગેરે ગુણવતા નિયંત્રણ-પૃથ્થકરણ પ્રયોગશાળા, નાની નર્સરી (૧.૦૦ હે.) ઘટકોમાં સરકારશ્રીની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ ખૂલ્લુ મુકવામાં આવનાર છે.
આ ઘટકોમાં લાભ લેવા માંગતા જિલ્લાના તમામ પ્રકારના ખેડૂતોએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ કરેલ અરજીની નકલ સાથે જરૂરી સાધનીક કાગળો (અરજીમાં બતાવ્યા મુજબ) સામેલ રાખી દિન ૭ માં અત્રેની કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮ સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. (૦૨૮૮-૨૫૭૧૫૬૫) તાત્કાલીક રૂબરૂ અથવા ટપાલથી પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial