Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ સાબરમતી રિપોર્ટ
નવી દિલ્હી તા.૨: પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે એક સાથે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ આજે સાંજે ૪ વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમમાં કરવામાં આવશે. આ ઓડિટોરિયમ સંસદ ભવનના જ પરિસરમાં છે.
આ ફિલ્મમાં વિક્રાંત મેસીની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. રિપોર્ટસ અનુસાર આ ફિલ્મ લગભગ ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. શુક્રવારે ૧૫માં દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે સિનેમા લવર્સ ડે પર ૨.૧ કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. કુલ મળીને આ ફિલ્મે બોકસ ઓફિસ પર ૨૪.૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
પીએમ મોદીએ ગોધરા ઘટનાને દર્શાવતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની પ્રશંસા કરી હતી. તેમણે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે સાચું કહ્યું, સારૃં છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. તેમણે એમ પણ કહ્યુ કે નકલી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, હકીકતો હંમેશાં બહાર આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial