Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મડાગાંઠ
મુંબઈ તા. ૦૨: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદે સેનાના ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે રવિવારે દાવો કર્યો હતો કે જો અજિત પવારની એનસીપી મહાગઠબંધનનો ભાગ ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વાળી પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ૯૦-૧૦૦ બેઠકો મેળવી હોત.
મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનવાળી એનસીપીનો સમાવેશ થાય છે. અજિત પવાર જુલાઈ ૨૦૨૩માં શિંદે સરકારમાં જોડાયા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.
પાટીલે વાતચીતમાં કહ્યું કે, શિવસેના માત્ર ૮૫ બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમનું માનવું હતું કે જો અજિત પવારની એનસીપી ગઠબંધનનો ભાગ ન હોત તો પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત. તેમણે વધુ કહ્યું હતું કે, અમે માત્ર ૮૫ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અજીતદાદા વગર અમે ૯૦-૧૦૦ બેઠકો જીતી શકયા હોત. શિંદેએ કયારેય પૂછયું નથી કે અજિત પવારની એનસીપીને તેમની સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial