Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસે ગંજીપાના કૂટતા ત્રણ ઝબ્બે

એકીબેકી બોલતા અને આંકડા લખતો એક પકડાયોઃ

જામનગર તા. ૨: જામનગરના દરેડ પાસે ચારણ નેસ નજીક શનિવારે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા હતા. મસીતીયા રોડ પરથી બે શખ્સ એકીબેકી બોલતા અને એક શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો.

જામનગર નજીકના દરેડથી મસીતીયા તરફ જવાના રોડ પર આવેલી આલ્ફા સ્કૂલ પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા મહમદરિઝવાન અકીલ અહેમદ ઇદ્રીશી તથા ઝુબેર મહંમદ ઈકબાલખાન નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રકમ કબ્જે કરી છે.

જામનગર નજીકના દરેડ ગામમાં મુરલીધર પેટ્રોલપંપ પાછળ ચારણનેસમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સોમરાજ કરણભાઈ ગુજરીયા, રણજીત સિંહ જોરુભા જાડેજા, લક્ષ્મણ રામભાઈ કોળી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૧,૫૪૦ રોકડા કબજે કર્યા છે.

દરેડથી મસીતિયા રોડ પર  આવેલા પાણીના ટાંકા પાસે શનિવારે રાત્રે જાહેરમાં ઉભા રહી વરલીના આંકડા લખતા લક્ષ્મણ અમરાભાઇ રવસી નામના શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૪૬૦ રોકડા કબજે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh