Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદી સંગઠનોના ષડ્યંત્રને નિષ્ફળ બનાવા અને
નવી દિલ્હી તા. રઃ જમ્મુ શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના માર્ગો બંધ થયા પછી આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ શરૂ કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોના ષડ્યંત્રને નિષ્ફળ બનાવવા માટે બોર્ડર સિક્યુરીટી ફોર્સની બે વધારાની બટાલિયનોએ જમ્મુ ડિવિઝનમાં ચાર્જ સંભાળ્યો છે.
સરહદના આવા ભાગોમાં કઠુઆ અને સાંબા જિલ્લામાં બે હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. અહીંથી પાકિસ્તાન આંતકવાદીઓની ઘૂસણખોરીના વધુ પ્રયાસો કરે છે.
કઠુઆમાં સરહદના સંવેદનશીલ ભાગો અને પંજાબની સરહદે જમ્મુના વિસ્તારોમાં સુરક્ષા ગ્રીડને મજબૂત કરવામાં આવી છે. આ સૈનિકોને સરહદ પર પહેલાથી જ તૈનાત રક્ષકોની પાછળ 'રક્ષણની બીજી લાઈન' તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુના કઠુઆ જિલ્લાથી અખનૂર સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ ૧૯ર કિલોમીટર છે. સેના પાસે ૧૦ કિલોમીટરનો હિસ્સો પણ છે. શિયાળામાં સરહદ પારથી આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના કાવતરાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે તાજેતરમાં બીએસએફની બન્ને બટાલિયનને ઓડિશાથી જમ્મુ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial