Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા
લાલપુર તા. ૨: લાલપુરમાં જિલ્લા ભાજપ અનુ. મોરચા દ્વારા જિલ્લા ભાજપના સંકલન સાથે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સંવિધાન ગૌરવ યાત્રા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતાં. ત્યાંથી મુખ્ય માર્ગો પર ફરી યાત્રા સરદાર ચોકમાં પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા મંત્રી બાબુભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ, જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા પ્રભારી કલ્પેશભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના મહામંત્રી ગોવિંદભાઈ ખરા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા સોશ્યલ મીડિયા કન્વીનર પ્રકાશભાઈ ચોહાણ,જિલ્લા પંચાયત સભ્ય ખીમજીભાઈ ધોકડિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય આલસુરભાઈ ખરા, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા, સરપંચ જયેશભાઈ તરૈયા, તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ ખાંટ, જામનગર તાલુકા ભાજપ મહામંત્રી એલ.એમ. મકવાણા, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય પ્રવિણભાઈ ખરા, જિલ્લા ભાજપ તથા લાલપુર તાલુકા અનુસૂચિત જાતિ આગેવાનો તથા કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial