Advertisement
Author: નોબત સમાચાર

જૂના કેસની મુદ્દતે જતો નહી તેમ કહી યુવાનને મળી ધમકી

શંકરટેકરીના શખ્સ સામે રાવઃ

જામનગર તા. ૨: જામનગરના એક યુવાનને કોર્ટ મુદ્દતે હાજર ન થવાનંુ કહી એક શખ્સે ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ ૫રાની શેરી નં.૧માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના યુવાનને અગાઉ શંકરટેકરીમાં નવી નિશાળ પાસે રહેતા ઈમરાન ઇસ્માઈલ ઉર્ફે ઇમલા વેલ્ડરિયા સાથે માથાકૂટ થઈ હતી.

આ બાબતની વર્ષ ૨૦૧૯માં પૃથ્વીરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ અદાલતમાં ચાલવા પર આવ્યો છે. તેની આગામી ૨૭ તારીખે કોર્ટમાં મુદત આવી રહી છે. ત્યારે શનિવારે રાત્રે પૃથ્વીરાજસિંહને રોકી આ કેસની મુદતમાં જતો નહીં તેમ કહી ઇમલા વેલ્ડરિયાએ મારી નાખવાની ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh