Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતનો સામાન્ય ગુન્હો નોંધી લેનાર પોલીસ સામે તપાસનો આદેશ

દ્વારકા એસપીને અદાલતે આપી સૂચનાઃ

ખંભાળિયા તા. ૨: કલ્યાણપુરના એક આસામીએ થોડા દિવસ પહેલાં ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર રોંગ સાઈડમાં નશાની હાલતમાં પોતાની મોટર ચલાવી અકસ્માત સર્જયો હતો. જેમાં કલોલના પરિવારના મહિલાનું મૃત્યુ થયું હતું. તે કેસ સામાન્ય ગણી પોલીસે તેની નોંધ કર્યા પછી આરોપીએ જેલમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી પોલીસ સામે તપાસ યોજવા એસપીને આદેશ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-દ્વારકા રોડ પર તાજેતરમાં કલ્યાણપુરના કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી ઈકો કારને ઠોકર મારી દેતાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. તે કેસમાં અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુન્હો નોંધાયો હતો. તે આરોપીની ધરપકડ કરાયા પછી જેલમાં મોકલાયો હતો અને આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી.

ગાંધીનગરના કલોલનો રહેવાસી પરિવાર દ્વારકા દર્શન કરવા જતો હતો ત્યારે દેવેન નાથાભાઈ બેલા (ઉ.વ.ર૮) નામના કારચાલકે અકસ્માત સર્જયો હતો. પોલીસે ગુન્હો નોંધી દેવેનની ધરપકડ કરતા આ શખ્સે નશાની હાલતમાં પોતાની મોટર રોંગ સાઈડમાં ચલાવ્યાનું જણાવ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા કલોલના મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તાં પોલીસે તે બનાવને સામાન્ય ગણી મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૫ હેઠળ ગુન્હો નોંધી લીધો હતો પરંતુ તે બાબત દ્વારકા જિલ્લા કાનૂની સત્તા મંડળના ધ્યાને આવતા તેઓએ બીએનએસની કલમ ૨૮૧, ૧૨૫ (એ) તથા આઈપીસી ૩૦૮ મુજબ બનવાને રેકર્ડમાં મૂક્યો હતો.

તે પછી રજૂ થયેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે અને પોલીસે સામાન્ય ગુન્હો કેમ નોંધ્યો? તે બાબતની તપાસ કરવા જિલ્લા પોલીસવડાને સૂચના આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh