Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રીઃ ઠંડીનો ચમકારો

છેલ્લા ત્રણ દિવસમાં બે ડીગ્રીના ઘટડા સાથે

જામનગર તા. રઃ જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમં લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી નીચે શરકીને સિઝનમાં બીજી વખત ૧૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે નગરમાં ટાઢોડું પ્રસરી જતા પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલ હિમવર્ષાની અસર ફરી એક વખત હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના પગલે ઠંડીમાં વધારો થયો છે.

જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગત્ શુક્રવારે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. જેમાં અત્યાર સુધીમાં બે ડીગ્રીનો ઘટાડો થયો છે. આ સાથે સિઝનમાં બીજી વખત લઘુતમ તાપમાનનો પારો ૧૪ ડીગ્રીએ પહોંચી જતા નગરમાં પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નગરસિમ તેમાંય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર ટાઢોડું પ્રસરી ગયું હતું. ઠંડીમાં વધારો થતા ગરમ કાપડ તથા ગરમ પીણાની લારીઓ અને દુકાનોમાં લોકોનો પ્રવાહ વધી રહ્યો છે.

જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં ૩.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાનનો પારો ર૭.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતી ગરમીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh