Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કરોડની રોકડ પણ જપ્ત કરાઈઃ
અમદાવાદ તા. રઃ ગુજરાતમાં ઈડીની ટીમનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરના ૧૯ સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમજ એક કરોડ રોકડ ઈડીની ટીમે જપ્ત કર્યા છે.
રાજ્યભરમાં ઈડીની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ૧૯ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી નાણાના દુરૂપયોગ સંદર્ભે ઈડી દ્વારા સર્ચ ઓપરશેન હાથ ધરવામાં આવ્યું છે. રેડમાં ઈડીની ટીમે એક કરોડ રોકડ જપ્ત કરી છે. તેમજ દોઢ કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે.
બે મહિના પહેલા ઈડી દ્વારા ર૦૦ કરોડથી વધુની જીએસટી કૌભાંડના મુદ્દે ઈડી દ્વારા ફરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈડી દ્વારા અમદાવાદ, મહેસાણા, ભાવનગરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે જોડાયેલા એકમો ઉપર સર્ચ કરાયું હતું. આમ ર૦૦ કરોડથી વધુના કૌભાંડમાં તપાસ કરી હતી.
આરોપ છે કે ધ્રુવી એન્ટરપ્રાઈઝ કંપનીના ર૦રર માં ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતાં તેમજ ધ્રુવી એન્ટરપ્રાઈઝમાં અન્ય કંપનીઓએ ૮ કરોડના બીલ બનાવ્યાનું સામે આવ્યું હતું. બોગસ બિલિં અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ર ભત્રીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે અન્ય ર૦૦ કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતાં. અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. જીએસટી કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial