Advertisement
Author: નોબત સમાચાર

જુવાનપુર ગામના સ્થાપક રામજીભાઈ સતવારાની પ્રતિમાનું મુખ્યચોકમાં સ્થાપન

કલ્યાણપુર તાલુકાના

ખંભાળિયા તા. ૨: દ્વારકા જિલ્લાના બારાડી વિસ્તારમાં જામનગરના જામસાહેબના સમયમાં મૂળ ભાટીયાના તથા બારાડી સતવારા સમાજના મંત્રી જેઓ જામસાહેબના પટેલ હતા તથા તેમને પટેલનું બિરૂદ મળેલું તે સ્વ. રામજીભાઈ પટેલની પ્રતિમાનું જુવાનપુર ગામમાં તેઓએ આ ગામ સતવારા સમાજનું વસાવ્યું હોય તેમની સ્મૃતિમાં ગામના મુખ્ય ચોકમાં સ્વ. રામજીભાઈની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

જુવાનપુર ગામ તથા કલ્યાણપુર તાલુકાના ભાટીયા, કલ્યાણપુર, રાણ, લીંબડી, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ સહિતના ગામોમાંથી તથા જામનગરથી મોટી સંખ્યામાં સતવારા સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ભાટીયાના અગ્રણી એડવોકેટ તથા રાજય સતવારા મહામંડળના ઉપપ્રમુખ અને કેળવણીકાર તથા ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના કન્વીનર ડી.એલ. પરમાર દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જેમાં પ્રિયાંકભાઈ પરમાર સહિતના યુવાનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh