Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતમાં ટોટલ લોસ થયેલી મર્સીડીઝ મોટરનો ક્લેઈમ ચૂકવવા ફોરમનો આદેશ

ટોઈંગ ચાર્જ તથા ફરિયાદ ખર્ચ પણ આપવા હુકમઃ

જામનગર તા. રઃ જામનગરના એક આસામીએ પોતાની મોટર ટોટલ લોસ થતાં તેનો ક્લેઈમ મેળવવા વીમા કંપની સમક્ષ અરજી કરી હતી. વીમા કંપનીએ તે કલેઈમ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે ક્લેઈમની રકમના ૭૫ ટકા ગણી તેના પર છ ટકા વ્યાજ તેમજ ટોઈંગ ચાર્જ અને ફરિયાદ ખર્ચ પણ ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરના ઓસમાણ સીદીક દલ નામના આસામીએ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોતાની મર્સીડીઝ મોટર માટે વીમો મેળવ્યા પછી તે મોટરને અકસ્માત થતાં રૂ.૧૧,૬૯,૩૦૧ના ખર્ચનું એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું. તેનો રૂ.૧૬,૦૨,૯૭૫ ક્લેઈમ ચૂકવવાને બદલે વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે ફરિયાદ ચાલી જતા ફોરમે રૂ.૧૬,૦૨,૯૭૫ની ૭૫ ટકા રકમ છ ટકા વ્યાજ સાથે તથા ટોઈંગ ચાર્જના રૂ.૨૬,૫૦૦ના, ફરિયાદ ખર્ચના રૂ.૫ હજાર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh