Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪ થી ૬ ડિસે. સુધી મતદાનઃ યુનિયનની માન્યતા માટે
જામનગર તા. ૨: વેસ્ટર્ન રેલ્વેમાં માન્યતા પ્રાપ્ત સંગઠનો માટેની ચૂંટણી માટે તા. ૪ થી ૬ ડિસેમ્બર સુધી મતદાન થશે. જેને લઈને યુનિયનો પ્રચારમાં કાર્યમાં લાગ્યા છે અને રાજકોટ ડિવિઝનના વિવિધ બ્રાન્ચમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.
તારીખ ૪ થી ૬ ડિસેમ્બર દરમિયાન રેલ્વે કર્મચારીઓના સંગઠનની માન્યતા માટેની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીનો વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. આ પ્રચાર દરમિયાન વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના ચૂંટણી પ્રચારને વ્યાપક સમર્થન મળી રહ્યું છે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા વિવિધ બ્રાન્ચના કર્મચારીઓનો રૂબરૂ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આ ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે રેલ્વેના કર્મચારીઓને લગતા બોનસ, પે કમિશન, ડીએ, કવાર્ટરમાં મળતી સુવિધાઓ, હોસ્પિટલની સુવિધાઓ સહીતના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વાચા આપવા માટે હરહંમેશ કર્મચારીઓની પડખે રહેતા વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનને ઠેર-ઠેરથી જબરૃં સમર્થન મળી રહ્યું છે. અને આ યુનિયન દ્વારા પણ કર્મચારીઓ અને તેના પરિવારજનોનો સ્નેહ અને વિશ્વાસ હરહંમેશ કાયમ રાખી આ વિશ્વાસ પર અડીખમ રહેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના નેતાઓ દ્વારા ચુંટણી પ્રચારનાં ભાગરૂપે ગત રવિવારે હાપામાં કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજકોટથી આવેલ નિખિલભાઈ જોશી, મહિલાવિંગના વિક્રમબા ગઢવી, મહેશભાઈ ગઢવી, આનંદભાઈ ગઢવી, પ્રતાપસિંહ, હાપા બ્રાંચના સેક્રેટરી મનોજભાઈ ધ્રુવ, યોગેશભાઈ ગોહિલ, જામનગર બ્રાંચના સેક્રેટરી ભાવિનભાઈ ઓઝા, ચેરમેન ચંદ્રેશભાઈ ભટ્ટી, હરેશભાઈ ભાયાણી, પૂર્વ હેડ કવાર્ટર વાઈસ પ્રેસિડેન્ટ હરેશભાઈ ધોળકિયા, પૂર્વ ડિવિઝન વાઈસ ચેરમેન તથા પૂર્વ બ્રાંચ ચેરમેન રમણીકભાઈ બારડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા કર્મચારીઓ માટે કરેલા કાર્યોની વિવિધ અને વિસ્તૃત જાણકારી આપી હતી અને કર્મચારીઓ માટે લડનાર વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના લાલઝંડી પર વોટ આપી મજબૂત નેતૃત્વ અને ચૂંટી કાઢવા માટે અપીલ કરી હતી. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન ૧૦૪ વર્ષ જુનું યુનિયન છે જે કર્મચારીઓના પ્રશ્ને લડી રહ્યું છે.
તારીખ ૪ થી ૬ ડિસેમ્બર દરમિયાન ઓખાથી લઈ વણીરોડ સુધીના કર્મચારીઓ વોટ કરી શકે તે માટે જુદી જુદી જગ્યાએ ૧૧ વોટીંગ બુથ ગોઠવવામાં આવ્યા છે. જેમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, મોરબી, સહિતના રેલ્વે સ્ટેશન મતદાન યોજાશે જ્યાં રેલવે કર્મચારીઓ માન્યતા પ્રાપ્ત સંગઠન માટે મતદાન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial