Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ટોડા તથા ધોરાજી રોડ પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

લાલપુર બાયપાસ પાસે રહેણાંકમાંથી સોળ બોટલ મળીઃ

જામનગર તા. ૨: કાલાવડના ટોડા ગામ પાસેથી એક શખ્સને પોલીસે દારૂની ૨૩ બોટલ સાથે પકડી લીધો છે. ધોરાજી હાઈવે પર મોટરમાંથી ૧૨ બોટલ દારૂ ઝડપાયો છે. જામનગરના લાલપુર બાયપાસ પાસે એક મકાનમાંથી દારૂની ૧૬ બોટલ મળી આવી છે. બે આરોપી નાસી જવામાં સફળ થયા છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામના રોડ પરથી ગઈકાલે સાંજે રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સ દારૂની ૨૩ બોટલ સાથે ઝડપાઈ ગયો છે. તેણે બોટલ શક્તિસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી લીધાની કબૂલાત આપી છે.

કાલાવડના ધોરાજી રોડ પર આવેલા મુળીલા ગામના પાટીયા પાસેથી ગઈરાત્રે પસાર થતી જીજે-૩-એફડી ૭૦૪૩ નંબરની મોટરને રોકી પોલીસે ચેક કરતા પ્રભુજી પીપળીયા ગામનો અભિજીતસિંહ હરદેવ સિંહ જાડેજા નામનો શખ્સ દારૂની ૧૨ બોટલ સાથે મળી આવ્યો હતો. તેણે આ બોટલ ટોડા ગામના રવિરાજસિંહ જાડેજા પાસેથી લીધાની કબૂલાત આપી છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી જય હરી સોસાયટીમાં એક મકાનમાં દારૂની બોટલ પડી હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા જયદીપ ડવ તથા વિજય પટેલના મકાનની તલાશી લેતા પોલીસને દારૂની ૧૬ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં બંને આરોપી નાસી ગયા હતા.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલા ગોદડીયા વાસ પાસેથી શનિવારે રાત્રે પસાર થઈ રહેલા બાઈની વાડી નજીક ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા અશ્વિન મૂળજીભાઈ જેપાર નામના શખ્સને રોકાવી પોલીસે તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.

પવનચક્કી નજીક ફુલીયા હનુમાન મંદિર પાસેથી પ્રવિણ ગોવિંદભાઈ શેખા નામનો બાઈની વાડીમાં રહેતો શખ્સ પણ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો હતો.

જામનગરના રણજીત સાગર રોડ પર દડીયા ગામ પાસેથી રવિ ભીખાભાઈ ગધેથરીયા નામનો શખ્સ પણ બોટલ સાથે મળી આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh