Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડને તેમના પુત્રને બે આરોપમાં દોષમુક્ત જાહેર કર્યો

ગેરકાયદે બંદુક રાખવા અને ટેક્સ ચોરી મામલે

 વોશિંગ્ટન તા. રઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગેરકાયદેસર રીતે બંદુક રાખવાના અને ટેક્સ ચોરી મામલે તેમના પુત્રને માફી આપી છે. બાઈડેને કહ્યું, તેમનો ફેંસલો તેમના કરેલા વાયદાથી વિપરીત છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તેના પરિવારને લાભ કરાવવા તેમના પાવરનો ઉપયોગ નહીં કરે તેમ કહ્યું હતું.

બાઈડને એક નિવેદનમં કહ્યું, મેં મારા પુત્ર હંટરને માફી આપી છે. જ્યારથી મેં રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે ત્યારથી હું ન્યાય વિભાગના ફેંસલામાં દખલગીરી નહીં કરૂ તેમ કહેતો આવ્યો છું, પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ખોટી રીતે તેના પર કેસ ચલાવવામાં આવી રહી રહ્યો છે. તેના પર લગાવવામાં આવેલા આરોપ રાજનીતિથી પ્રેરિત છે.

બાઈડને કહ્યું, જે પણ સમજદાર લોકો હંટરના કેસને ફોલો કરી રહ્યા હશે તેઓ સમજી ગયા હશે તે તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો છે. મેં વીકેન્ડ પર જ આ ફેંસલો લીધો હતો. એક પિતા અને રાષ્ટ્રપતિએ આ ફેંસલો કેમ લીધો તે દેશવાસીઓ સમજી શકશે. આ પહેલા બાઈડને કહ્યું હતું કે, તે ફેલાવેયર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા મામલા મુદ્દે તેના પુત્ર હંટરને માફી પણ નહીં આપે અને સજામાં હસ્તક્ષેપ પણ નહીં કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh