Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીને લકઝરી બસે ફંગોળ્યોઃ સાયકલચાલક યુવતીને મોટરની ટક્કરઃ
જામનગર તા. રઃ જામનગરના લાલપુર બાયપાસ થી ખંભાળિયા બાયપાસ વચ્ચે શુક્રવારે સાંજે એક નવીનક્કોર મર્સીડીઝ મોટરે ડબલસવારી સ્કૂટરને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા બે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ગાગવા ગામ પાસે લકઝરી બસે શાળાએથી છૂટીને આવતા બાળકને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી છે. સરૂ સેકશન રોડ પર એક યુવતીને સાયકલ સાથે મોટરે હડફેટે લઈ અકસ્માત નિપજાવ્યો છે.
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે રહેતા અનિલ જવાલાપ્રસાદ ત્રિપાઠી નામના મૂળ ઉત્તરપ્રદેશના યુવાન શુક્રવારે સાંજે લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે એપલ ગેઈટ-૧ પાસેથી જીજે-૧૦-ડીએલ ૮૯૯પ નંબરના સ્કૂટરમાં જતા હતા. તેની પાછળ અનિકેત નામનો યુવાન બેઠો હતો.
તેઓના સ્કૂટરને કાળા રંગની નવીનક્કોર મર્જીસીઝ મોટરે ઠોકર મારી દેતા અનિલ તથા અનિકેતને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. મોટરના ચાલક સામે ફરિયાદ કરાઈ છે.
રામેશ્વરનગર પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા કીર્તીબેન જીતેન્દ્રભાઈ વાઘેલા નામના યુવતીને ગઈ તા.૧૭ની રાત્રે સરૂ સેક્શન રોડ પર જીજે-૧ આરડબલ્યુ ૧૯૦૫ નંબરની મોટરના ચાલકે સાયકલ સાથે હડફેટે લીધા હતા. ફ્રેક્ચર થઈ જતાં કીર્તિબેનને હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગર તાલુકાના ગાગવા ગામના બાબભા લખુભા જાડેજા નામના પ્રૌઢનો તેર વર્ષનો ભત્રીજો ક્રિપાલસિંહ શનિવારે સવારે અગિયારેક વાગ્યે શાળાએથી છૂટીને ઘર તરફ જતો હતો ત્યારે જીજે-૧પ એટી ૧૭૪૯ નંબરની ખાનગી બસે તે બાળકને ઠોકર મારી પછાડ્યો હતો. ગંભીર ઈજા પામેલા બાળકને દવાખાને દાખલ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial