Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી ફાયનાન્સ પેઢીએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨: જામનગરના ચકચારી ટ્રકની લોનના કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોલા મંડલમ ફાયનાન્સ નામની પેઢીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેઓની કંપની પાસેથી કેટલાક વ્યક્તિઓએ ટ્રક, કાર ખરીદવા લોન લીધા પછી તેના હપ્તા નહીં ભરી તે વાહનો માથાભારે શખ્સોને અડધી કિંમતમાં વેચી નાખી કૌભાંડ આચર્યું છે અને તે વાહનની રીકવરી માટે જતા ફાયનાન્સ પેઢીના કર્મચારીઓને ધમકી આપવામાં આવે છે.
ઉપરોક્ત કૌભાંડ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા કરોડો રૂપિયાનું કૌભાંડ ખૂલ્યું હતું. મૂળુભાઈ દાનાભાઈ મુછાલ, જેઠાભાઈ દાનાભાઈ મુછાલ, ગોવિંદ નાથાભાઈ ગરચર, લખમણ નાથાભાઈ ગરચર સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધી પોલીસે ધરપકડ શરૂ કરી હતી.
આ ગુન્હામાં ઉપરોક્ત ચાર આરોપીએ જામીનમુક્ત થવા માટે અદાલતમાં અરજી કરતા સરકાર પક્ષ અને તપાસનીશે દલીલો રજૂ કરી હતી તેની સામે આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ચારેય આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial