Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરે ગાળો ભાંડી ધમકી આપીઃ
જામનગર તા. રઃ જામનગરના એક યુવાને રૂ.૧૭ લાખ ૭ ટકાના વ્યાજે લીધા પછી રૂપિયા સાડા નવ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ.૧પ લાખની માગણી કરાતા અને મારવાની ધમકી અપાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
જામનગરના નાગનાથના નાકા પાસે આવેલી પઠાણ ફળીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અકરમ ઝાહિદભાઈ પઢીયાર નામના સંધી યુવાને દસેક મહિના પહેલા પૈસાની જરૂર પડતા રૂ.૧૭ લાખ રિયાઝ જુસબભાઈ કુરેશી પાસેથી દર મહિને સાત ટકાના વ્યાજ દરે લીધા હતા.
ત્યારપછી દર મહિને તેનું વ્યાજ ચૂકવ્યું હતું. વ્યાજ પેટે તેઓએ રૂપિયા સાડા ચાર લાખ ચૂકવી આપ્યા હતા અને તે ઉપરાંત રૂપિયા પાંચ લાખનો કરિયાણાનો સામાન પણ રીયાઝ કુરેશીને આપ્યો હતો. આમ કુલ રૂપિયા સાડા નવ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજુ વધુ રૂપિયા ૧૫ લાખની માંગણી કરી રિયાઝ કુરેશીએ ગાળો ભાંડી માર મારવાની ધમકી આપતા કંટાળી ગયેલા અકરમ પઢિયારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial