Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નગરજનોએ એક મહિનામાં મનપાને ચૂકવ્યો રૃા. ૧૯.૩૬ કરોડનો એડવાન્સ ટેક્સ

૩૦ હજારથી વધુ લોકોએ લીધો લાભઃ ર.૧૪ કરોડનું રિબેટ અપાયું

જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા આસામીઓને વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાના છેલ્લા ૧પ દિવસ બાકી રહ્યા છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા તા. ૧૭ એપ્રિલથી દોઢ માસ માટેની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને એક માસ પૂર્ણ થઈ ચૂક્યો છે.

તા. ૧૬ એપ્રિલથી તા. ૧પ મે-ર૦ર૪ સુધીના એક માસના સમયગાળામાં ૩૦,૭૮૪ લોકોએ લાભ લીધો છે અને રૃા. ૧૯.૭૬ કરોડની રકમ ભરપાઈ કરી છે થા રૃા. ૦ર.૧૪ કરોડનું વળતર પ્રાપ્ત કર્યું છે. હવે આ યોજનાના છેલ્લા ૧પ દિવસ બાકી રહ્યા છે. આથી લોકો મિલકત વેરા અને પાણી ચાર્જની રકમ એડવાન્સ ભરીને આ યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

વર્ષ ર૦૦૬ પહેલા રેન્ટ બેઈઝ મુજબ મિલકતવેરા અને પાણી ચાર્જમાં ૧૦૦ ટકા અને ર૦૦૭ પછી કારપેટ બેઈઝ મુજબ બાકી રકમ ઉપર પ૦ ટકા વ્યાજ માફીની યોજના હાલ અમલમાં છે.

આ માટેના પૈસા ભરવા મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય કેશ કલેક્શન સેન્ટર, ત્રણેય સિવિક સેન્ટર (ગુલાબનગર, રણજીતનગર અને સરૃસેક્શન રોડ) શહેરની એમ.ડી.એફ.સી. કોટક, નવાનગર આઈડીબીઆઈ બેંકની કોઈપણ શાખામાં પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન, અથવા ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh