Advertisement
Author: નોબત સમાચાર

મેડિકલ સ્ટોરમાં ચોરી કરનાર કાયદાથી સંઘર્ષિત કિશોર મુદ્દામાલ સાથે ઝડપાયો

એલસીબીએ વુલન મીલ ફાટક પાસેથી કરી અટકઃ

જામનગર તા. ૧૬: જામનગરમાં પી.એન. માર્ગ પર એક હોસ્પિટલની નીચે આવેલા મેડિકલમાં સોમવારની વહેલી સવારે ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ કાયદાથી સંઘર્ષિત એક કિશોરને પકડી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના પી.એન. માર્ગ પર આહિર બોર્ડિંગ નજીક આવેલી આશુતોષ હોસ્પિટલ નીચે આશુતોષ મેડિકલ સ્ટોરમાં રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં લાકડાની બારી તોડી નાખી ઘૂસી ગયેલા તસ્કરે કેશ કાઉન્ટરમાંથી રૃા.૨ લાખ ૧૦ હજાર રોકડા ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

તે કેસની તપાસ શરૃ થયા પછી એલસીબી સ્ટાફે પણ ખાનગીરાહે તપાસ આરંભી હતી. જેમાં સ્ટાફના કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વુલન મીલ ફાટક પાસેથી કાયદાથી સંઘર્ષિત એક કિશોરને પકડી લેવામાં આવ્યો હતો.

આ કિશોરની તલાશી લેવાતા તેના કબજામાંથી રૃા.૨ લાખ ૧૦ હજાર રોકડા મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરાતા સોમવારની સવારે મેડિકલ સ્ટોરની બારી તોડી તેણે ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ રોકડ કબજે કરી આગળની કાર્યવાહી માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને વિગતો સોંપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh