Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના જાગૃત નાગરિક દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૧૬: હાલ વીજતંત્ર દ્વારા વીજગ્રાહકોના અત્યારે ચાલુ હાલતના વીજમીટરો બદલી તેની જગ્યાએ સ્માર્ટ વીજમીટર નાંખવામાં આવી રહ્યા છે. વીજ ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વગર વીજતંત્રની આ પ્રકારની એકતરફી કામગીરી સામે સમગ્ર હાલાર-સૌરાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને જાગૃત નાગરિક તીનિતભાઈ માડમે પી.જી.વી.સી.એલ.ના માહિતી અધિકારીને માહિતી અધિકાર નિયમ હેઠળ આવેદનપત્ર પાઠવી તેમણે માંગણી માહિતી આપવા રજૂઆત કરી છે.
આ પત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગરમાં વસતા વીજતંત્રના કર્મચારીઓને ત્યાં આવા સ્માર્ટ મીટર લગાવાયા હોય તેની વિસ્તૃત વિગતો આપવા રજૂઆત કરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સ્માર્ટ મીટર અંગે જનજાગૃતિના કોઈ કાર્યક્રમ/સેમિનાર યોજાયા છે! તેમાં સરકારના કોઈ પ્રતિનિધિ-કર્મચારી હાજર રહ્યા હતાં? આવા કાર્યક્રમના ફોટોગ્રાફ કે અખબારી નોંધની વિગતો આપવા જણાવાયું છે.
સ્માર્ટ મીટર અંગે કોઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તો કંપની, વીજતંત્ર અને સરકાર વચ્ચે થયેલા કરારની વિગતો માંગવામાં આવી છે.
સ્માર્ટ મીટર લગાવતી વખતે ગ્રાહકોની પરવાનગી મળી છે, જો ગ્રાહકોએ પરવાનગી આપી હોય તો તેની નકલ આપવા, જામનગર શહેરમાં ક્યા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવાની શરૃઆત થઈ છે, તેનો કોઈ પ્લાન બનાવાયો છે? આ પ્લાન બનાવવા ક્યા અધિકારીની સૂચના મુજબ અને ક્યા આધારોને ધ્યાને રાખીને ક્રાઈટેરિયા નક્કી કરાયો છે તેની વિગતો, નવા સ્માર્ટ મીટર અંગે કોઈપણ ક્ષતિ, કોઈ ફરિયાદ હોય તો તેના ઉકેલ માટે શું વ્યવસ્થા છે? એક તરફ વડાપ્રધાન દેશની જનતાને વીજબીલ શૂન્ય આવશે તેવી જાહેરાત કરે છે ત્યારે આવા સ્માર્ટ મીટરો લગાડીને લોકોને કોના માધ્યમથી હેરાન કરવામાં આવે છે?
કોઈપણ વ્યવસ્થામાં ગ્રાહકોને વિકલ્પ આપવામાં આવે છે, અહીં પ્રી પેઈડનો જ આગ્રહ રાખી ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
સૌરાષ્ટ્રમાં આવા સ્માર્ટ મીટરો ફાસ્ટ ચાલતા હોવાના અને વીજબીલ ડબલ આવતા હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે ત્યારે સરકાર અને વીજતંત્રએ તાકીદે ઉપરોક્ત રજૂ કરેલા તમામ પ્રશ્નોની વિગતો જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial