Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરા પર દુષ્કર્મ ગુજારવાના અન્ય એક આરોપીને ૨૦ વર્ષની સખત સજાઃ બંને સગીરાને ચૂકવાશે વળતરઃ
જામનગર તા. ૧૬: જામનગરની એક સગીરાનું પોણા બે વર્ષ પહેલાં એક શખ્સે અપહરણ કરી તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ ગુન્હામાં અદાલતે આરોપીને જિદંગીના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી ભોગ બનનાર સગીરાને રૃપિયા સાડા દસ લાખનું વળતર આપવા હુકમ કર્યાે છે. જ્યારે એક તરૃણી પર ત્રણ વર્ષ પહેલાં દુષ્કૃત્ય ગુજારનાર શખ્સને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને સગીરાને રૃા.૬ લાખનું વળતર અપાવ્યું છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રીનું ગઈ તા.૧૯-૭-૨૨ના દિને અયુબ અલી દલ નામના શખ્સે અપહરણ કરી લીધુ હતું અને તે સગીરા પર દુષ્કૃત્ય ગુજાર્યું હતું. સગીરાના વાલીએ જે તે વખતે પોલીસમાં ફરિયાદ નોંેંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ તેમજ પોકસો એક્ટની કલમ ૪, ૬, ૮ હેઠળ ગુન્હો નોંધી હાથ ધરેલી તપાસમાં અયુબ દલની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષ તરફથી રોકાયેલા ડીજીપી જમનભાઈ ભંડેરીએ ૨૫ સાક્ષીની જુબાની અને ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ઉપરાંત ડીએનએ ટેસ્ટ રિપોર્ટ અદાલતના ધ્યાન પર મૂક્યો હતો. પ્રવર્તમાન સમયમાં બનતા આ પ્રકારના ગુન્હાઓ અંગેની ગંભીરતા અને સંસ્કૃતિ તથા સમાજને અનુલક્ષીને દલીલો કરી હતી તેને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ એ.એ. વ્યાસે આરોપી અયુબ અલી દલને તક્સીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધીની-આજીવન કેદ તથા રૃા.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ કિસ્સામાં ભોગ બનનાર સગીરાને કમ્પેઈસેશનમાંથી રૃા.૧૦ લાખ ૫૦ હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
અન્ય એક કિસ્સામાં પણ અદાલતે આરોપીને સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તે કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર શહેરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર પુત્રી ગઈ તા.૨-૩-૨૧ ના દિને પોતાના ઘરમાં હતી ત્યારે રૃકસાના નામની યુવતીએ બારીમાંથી બહાર બોલાવી હતી. બહાર આવેલી તે તરૃણીને રૃકસાના તથા યાસ્મીનના ઘરે લઈ ગઈ હતી અને રૃકસાનાની માતા રોશનબેન આવી હતી અને તે તરૃણીને રિક્ષામાં બેસાડી દરેડમાં પોતાની પુત્રી સલમાના ઘેર લઈ ગઈ હતી. જ્યાં ચારેક દિવસ સુધી તે તરૃણીને રાખવામાં આવી હતી. તે દરમિયાન તરૃણીએ પોતાના ઘરે જવાનું કહેતા સલમાએ ફોન કરીને અસરફ ઈલિયાસ સાયચા નામના શખ્સને બોલાવ્યો હતો. ત્યાં આવેલા અસરફે તે તરૃણીને પોતાની સાથે હોટલમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ફરિયાદ થયા પછી પોલીસે આઈપીસી ૩૬૩, ૩૭૬ (ર) (૩), પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૭ હેઠળ ગુન્હો નોંેંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદી તેમજ અન્ય સાહેદો, તબીબ વગેરેની જુબાની રજૂ કરવામાં આવી હતી. અદાલતે સરકાર પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અસરફ ઈલિયાશ સાયચાને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૃા.૬ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો છે. સરકાર પક્ષ તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial