Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ઘડાશે મોન્સુન ડિઝાસ્ટર પ્લાન

અધિક કલેક્ટરે બેઠક યોજી જવાબદારીઓ સુપરત કરી

ખંભાળીયા તા. ૧૬: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી, જેમાં ચોમાસાને સંલગ્ન જરૃરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને વર્ષાઋતુ -૨૦૨૪ પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરે તળાવોની સફાઈ, વિવિધ વોકળા- નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવવી, અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા,  દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની યાદી તૈયાર કરવી, અગરિયા, તરવૈયા સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થળોની વ્યવસ્થા, પીવાનું પાણી, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા સહિતની બાબતો પર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત, ડેમ-કેનાલના દરવાજાની ચકાસણી અને સફાઈ, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ચોવીસ કલાક કંટ્રોલ યુનિટ સેટઅપ, કોઝવે પર સાઈન માર્ક કરવા, વૈકલ્પિક રસ્તાઓની યાદી, વીજળીના તૂટેલા તાર, જોખમી વીજ પોલ નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલોમાં સાધનો, દવાઓ, રસીનો પૂરતો સ્ટોક પહોંચાડવા,રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, પશુઓનું રસીકરણ કરવું,  જિલ્લા કંટ્રોલ રૃમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર નિવાસી અધિક કલેકટરે ચર્ચા કરી હતી અને પ્રિ-મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન કામગીરીમાં કોઈપણ રીતે કચાસ ના રહે, કોઈ જાનહાનિ ના થાય  તે માટે સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે.કરમટા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh