Advertisement
Author: નોબત સમાચાર

અજુગતી માગણી કરી સગીરાના ફોટા વાયરલ કરનાર શખ્સ સામે નોંધાયો ગુન્હો

પ્રેમજાળ પાથરી પાડી લીધા હતા ફોટાઃ

જામનગર તા. ૧૬: દ્વારકા પંથકમાં વસવાટ કરતી એક યુવતી જ્યારે સગીર હતી ત્યારે તેના સંપર્કમાં આવેલા એક શખ્સે પ્રેમજાળ પાથરી હતી. લગ્ન કરી લઈશ તેમ કહી આ શખ્સે શરીરસંબંધની માગણી કરી અડપલા શરૃ કર્યા હતા. તે શખ્સની અજુગતી માગણીને ઠુકરાવનાર યુવતીના કેટલાક ફોટા આ શખ્સે સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આખરે પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી આ શખ્સના સગડ દબાવ્યા છે.

દ્વારકા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની હાલમાં અઢાર વર્ષની વય ધરાવતી પુત્રી સાથે બેએક વર્ષ પહેલાં ઓખા મંડળના વરવાળા ગામનો નાયાભાઈ કારાભાઈ ચાનપા નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો. આ શખ્સે તે તરૃણીને જે તે વખતે પ્રેમજાળમાં ફસાવી લીધા પછી લગ્ન કરવાની લાલચ આપી હતી.

ત્યારપછી અડપલા કરતા રહેતા નાયાભાઈએ અજુગતી માગણી પણ કરી હતી. તે માગણીને આ તરૃણીએ નકારી કાઢી હતી. તેથી ઉશ્કેરાયેલા નાયાભાઈએ અગાઉ પાડેલા કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખવાની ધમકી આપી હતી અને ફોટા ઈન્સ્ટાગ્રામમાં મૂકી દીધા હતા.

આ બાબતની તે યુવતીને જાણ થયા પછી પરિવારને વાત કરવામાં આવી હતી અને આખરે આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. ગઈકાલે તે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૩૫૪ (એ) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે અને પીઆઈ પી.સી. પટેલે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh