Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીમાં મોટર ભાડે રખાવી દેવાનું કહી આસામી સામે છેતરપિંડી

જામનગર તા. ૧૬: ખાનગી કંપનીમાં મોટર ભાડે રખાવી દેવાનું કહી સલાયાના એક આસામી પાસેથી અઢી મહિના પહેલાં અર્ટીગા મોટર અને તેના કાગળો એક શખ્સે મેળવી લીધા હતા. તે પછી ભાડુ આપ્યું ન હતું અને મોટર પણ પરત કરી ન હતી. તેથી છેતરાઈ ગયેલા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રેલવે સ્ટેશન રોડ પર રામનું ખેતર પાસે રહેતા ફિરોઝ અયુબભાઈ ચમડીયા નામના આસામીએ તેઓની અર્ટીગા મોટર એક ખાનગી કંપનીમાં દર મહિને રૃા.૪૦ હજારના ભાડાથી રખાવી દેવાનું સલાયાના જ નાસીર કાસમ ગજણે પ્રલોભન બતાવ્યું હતું.

આ શખ્સે કરેલી વાતોમાં ફસાઈ ગયેલા ફિરોઝભાઈએ જીજે-૩૭-જે ૭૧૮૪ નંબરની રૃા.૧૦ લાખની કિંમતની અર્ટીગા મોટર સોંપી હતી અને ગયા ફેબ્રુઆરી મહિનામાં નાસીર તે મોટર તથા તેના વીમા, પીયુસીના કાગળો, ઓરીજીનલ આરસી બુક લઈ ગયો હતો. તે પછી અઢી મહિના વીતવા છતાં નાસીરે ભાડુ કે મોટર નહીં આપતા છેતરાઈ ગયાનું જણાઈ આવતા ફિરોઝભાઈએ ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં નાસીર ગજણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh