Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરીત ભયજનક ગણતા
જામનગર તા. ૧૬: જામનગરના ૧૪૦૪ આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યાં છે, જે ઈમારત ભયજનક છે. આથી આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખી આ આવાસમાં વપરાશ બંધ કરવા ફલેટ ધારકોને જણાવાયું છે.
અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફલેટ (આવાસ) ધારકની છે. પરંતુ અનેક ફલેટમાં જાળવણી કરવામાં આવી નથી.
જુન-ર૦ર૩ માં આ ઈમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી અને વપરાશ બંધ કરી આવાસ ખાલી કરી આપવા સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ પછી વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ સૂચના અપાઈ હતી.
આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવા, અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકાની નહીં, પરંતુ આવાસ ધારકની રહેશે તેથી મહાનગરપાલિકાના સિટી ઈજનેર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial