Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-સલાયા વચ્ચે ૭૦ ના દાયકામાં બંધ કરાયેલી રેલવે સેવા પુનઃ શરૃ થવાના એંધાણ

એક સદી પહેલા તત્કાલિન જામસાહેબે શરૃ કરી હતી

જામનગર તા. ૧૬: ખંભાળિયા-સલાયા વચ્ચે અગાઉ ટ્રેન દોડાવાતી હતી, પછી રેલવે બાબુઓએ તે બંધ કરી હવે પુનઃ રેલવે લાઈન નાખવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.

જામનગર સ્ટેટના તત્કાલિન રાજવી મહારાજા જામસાહેબએ ૧૯ર૦ આજુબાજુમાં બનાવેલ રેલવે લાઈન લગભગ ૭૦ ના દાયકા સુધી ચાલતી હતી. આ પછી તેને અનાર્થિક દર્શાવી હતી અને રેલવે અધિકારીઓએ રેલવે લાઈન ઉખેડી ફેંકી હતી. હકીકતે તે લાઈનનો ઉપયોગ કરી સલાયા-જામનગર વચ્ચે દોડાવી શક્યા હોત. હવે ફરી વખત સલાયા-ખંભાળિયા વચ્ચે રેલવે લાઈન નાખવામાં આવી રહી છે. આથી આગામી સમયમાં પુનઃ રેલ સેવા શરૃ થવાના એંધાણો મળી રહ્યા છે.

તેવી જ રીતે હડમતિયા, ધ્રોળ, જોડિયાની ૪૦ કિ.મી. લાઈન જે ૧૯ મી સદીમાં બની હતી. તેને ભારતીય રેલવે મેનેજરો કેમ પુનઃ જિવિત કરતા નથી તે લાઈન ઉખેડી નાખવાના બદલે મોરબી-આમરણ સાથે જોડવામાં આવી હોત તો જામનગર-મોરબી રેલવે લાઈનથી જોડાઈ જાત.

આવી જ રીતે ધ્રોળ જંકશન બનાવી ટંકારા સુધી નવી લાઈન નાંખી હોત તો ધ્રોળ-ટંકારા-મોરબી રેલવે લાઈનથી જોડાઈ શક્યા હોત.

હાલ તો સલાયા-ખંભાળિયા રેલ સેવાના એંધાણ મળે છે, જો કે તેમાં પણ ખાનગી કંપનીનું ત્યાં પોર્ટ છે જેને પણ લાભ મળી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh