Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રીઃ અસહ્ય ગરમીથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ

૧.૬ કિ.મી. તાપમાનના વધારા સાથે

જામનગર તા. ૧૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૬ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે અસહ્ય ગરમીથી જનતા આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી.

જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં ગુરૃ સવારે ૫ૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૬ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી અને ૧ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે સૂર્યદેવતા ઉદીત થયા પછી વાતાવરણમાં ધીમે-ધીમે ગરમી પ્રસરવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને બપોરે ગરમી અસહ્ય ગરમીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આકરા તાપના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ગરમીથી પરશેવે રેબઝેબ અને આકૂળ-વ્યાકૂળ બની ગયેલી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. ગરમી સામે રક્ષણ મળે તે માટે જનતાએ માથા પર ટોપી અને રૃમાલ સાથે ફૂલ સ્લીવના કપડા પહેરવાનું શરૃ કરી દીધું છે. આ ઉપરાંત ઠંડા પીણા સાથે ઋતુગત ફળો અને એસી, એરકૂલરનો સહારો લઈ રહ્યા છે. આકરા તાપના કારણે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.

નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધુ ૭ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh