Advertisement
Author: નોબત સમાચાર

લંગરીયાએ લીધો જીવઃ ભાણવડ પંથકના વીજકર્મીઓ ભયભીત

પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરે કર્મચારીઓ સાથે યોજી બેઠક

ખંભાળીયા તા. ૧૬: ભાણવડ વિસ્તારમાં બંધ વીજ ફીડરમાં કામ કરવા ચડેલા વીજકર્મીનું પાવર ચોરી કરનારાની ભૂલથી મોત થતા વીજકર્મીઓમાં ભયની લાગણી ફેલાતા કાર્યપાલક ઈજનરે વીજકર્મીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.

તાજેતરમાં ભાણવડમાં ૧૧ કે.વી. વીજ લાઈનનું રીપેરીંગ કરવા પાવર બંધ કરીને લાઈન પર ચડેલા એક વીજકર્મીનું ઓચીંતો પાવર ચાલુ થતા વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવને કારણે બંધ વીજ લાઈનો પર કામ કરવા ચડતા વીજકર્મીઓમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું હતું.

જો કે, સ્વીચો બંધ કરી હોવા છતાં વીજ પ્રવાહ ચાલુ થતાં વીજકર્મીનું મોત થતાં તુરંત જ એકશનમાં આવેલા પીજીવીસીએલ તંત્રએ ચેકીંગ કરતા ભરતપુર ફીડરની બંધ વીજ લાઈનમાં મોખાણા ફીડરમાંથી છેડા મારીને વીજ ચોરી કરતો શખ્સ લંગરીયા નાખેલા સાથે ઝડપાઈ ગયો હતો તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા ભાણવડ પો.સબ ઈન્સ. એમ.આર. સવસેરાએ વીજ ચોરીથી વીજ ફીડરમાં રીટર્ન પાવર થતા વીજકર્મી હિતેશભાઈ ભારવાડીયાનું મોત થયું હોય, મનુષ્ય વધનો ગુન્હો નોંધી કડક પગલાઈ લઈ આરોપીની ધરપકડ પણ કરી હતી. પણ વીજ તંત્રએ વીજ લાઈનો બંધ કરે અને બીજા ફીડરમાંથી કોઈ પાવર લે તો ફરી કોઈનો જાન જાય તેવું થાય તે બીકે વીજ લાઈનો પર કામ કરવા જતા વીજકર્મીઓમાં ગભરાટ ફેલાતા કાર્યપાલક ઈજનેરશ્રી ટોલીયા દ્વારા વીજકર્મીઓની સમજાવટ માટે ખાસ બેઠકો યોજી હતી તથા આવી રીતે છેડા મારનાર સામે કડક પગલાની ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh