Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ વર્ગનો પ્રારંભ

૧૫ દિવસીય નિવાસી વર્ગમાં બહેનો યોગ, કરાટે, દંડ, યસ્ટી, યોગચાયનું પ્રશિક્ષણ મેળવશે

આર.એસ.એસ.ની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ વર્ષોથી મહિલાઓમાં વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે. દેશભકિતની પ્રબળ ભાવના સાથે શારીરિક બૌધ્ધિક અને માનસિક વિકાસથી વ્યકિતત્વ નિર્માણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોે યોજાતા હોય છે. ત્યારે જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવેશ શિક્ષણ વર્ગ ૨૦૨૪નું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ૧૫ દિવસીય વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યું છે. જેમાં અખિલ ભારતીય સેવા પ્રમુખ સંધ્યાબેન ટીયરેના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ ઉદઘાટન સત્રમાં અતિથી વિશેષ તરીકે દિલ્હી બોર્ડ ઓફ ગવર્નરના ચેરપર્સન વસુબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ક્ષેત્ર કાર્યવાહિકા રાજેશ્રીબેન જાની અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાની તેમજ અન્ય હોદ્ેદારો, શિક્ષાર્થીઓને હાજરીમાં તાલીમ વર્ગનો શુભારંભ થયો હતો.  પરિવારની ભાવના વિકસિત થાય અને પરિવારમાં આત્મીયતા જળવાઈ રહે તે માટે તેમજ બહેનો સ્વરક્ષણ સમ બને તે માટે સ્વયંમ શિસ્તના પાઠ ભણીને જીવનનું મૂલ્યલક્ષી પ્રશિક્ષણ મેળવી, યોગ, કરાટે ,દંડ, યસ્ટી, યોગચાય, વગેરે પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક ક્ષમતા વધે તેવા ઉદેશ સાથે ૧૫ દિવસ નિવાસીય પ્રશિક્ષણ વર્ગમાં અંદાજિત ૧૦૦ જેટલા બહેનો જોડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh