Advertisement
Author: નોબત સમાચાર

રાત્રે ચાલવા જઈ રહેલા યુવાનની પાછળ બાઈક અથડાયું: ગંભીર ઈજાથી થયું મૃત્યુ

જુવાનપર પાસે ટ્રકચાલકનું મોતઃ

જામનગર તા. ૧૬: લાલપુરના ઝાખર ગામમાં ગઈરાત્રે ચાલવા જઈ રહેલા બે યુવાન પૈકીના એકની પાછળ બાઈક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. દ્વારકાના જુવાનપર ગામના પાટિયા પાસે ટેન્કરની પાછળ ટ્રક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા ટ્રકચાલક મોતને શરણ થયા છે. ખંભાળિયાના વિરમદળ રોડ પર મોપેડ સાથે છકડો ટકરાઈ પડ્યો છે.

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા મહેન્દ્રસિંહ મહિપતસિંહ ચુડાસમા તથા મહિપતસિંહ બનેસંગ જાડેજા નામના બે યુવાન ગઈકાલે સાંજે ચાલવા નીકળ્યા હતા. બંને યુવાનો ઝાખર ગામથી સીંગચ તરફ જવાના રોડ પર આગળ વધ્યા ત્યારે જીજે-૧૦-ડીએસ ૬૮૨૫ નંબરનું બાઈક પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું.

આ બાઈકના ચાલક સીંગચ ગામના જયદેવસિંહ જાડેજાએ કોઈ કારણથી બાઈક પરનો કાબુ ગૂમાવતા તેનું બાઈક મહિપતસિંહ બનેસંગને પાછળથી ટકરાઈ પડ્યું હતું. રોડ પર ફેંકાઈ ગયેલા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા-દ્વારકા માર્ગ પર આવેલા જુવાનપર ગામના પાટીયા પાસે સોમવારે બપોરે જીજે-રપ-યુ ૪૫૫૨ નંબરનું પાણીનું ટેન્કર રોડ વચ્ચે ડિવાઈડર પાસે ઉભુ રાખી તેમાંથી ડિવાઈડર પર ઉગાડવામાં આવેલા ફૂલઝાડમાં પાણી પીવડાવવામાં આવી રહ્યું હતું. ત્યારે પાછળથી જીજે-૧૦-ટીવાય ૬૩૭૭ નંબરનો ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં જામનગર રહેતા રાજકુમાર અમરનાથનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. નાઘેડી ગામના વાડી વિસ્તારમાં રહેતા સામતભાઈ કરશનભાઈ કારાવદરાએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે ટ્રક ચાલક રાજકુમાર સામે ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયામાં રામનગર પાસે રહેતા વાલજીભાઈ માવજીભાઈ સોનગરા નામના પ્રૌઢ ગઈ તા.૪ની બપોરે મોપેડ પર વિરમદળ રોડ પરથી જતા હતા ત્યારે જીજે-૧૧-યુ ૪૯૨૩ નંબરનો છકડો તેમની સાથે ટકરાઈ પડતા ફ્રેક્ચર થઈ જવાથી વાલજીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર મહેશભાઈએ છકડાચાલક સામે ખંભાળિયા પોલીસમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh