Advertisement
Author: નોબત સમાચાર

કન્યા છાત્રાલયમાં વિનામૂલ્યે પ્રવેશ અંગે અપાઈ સૂચના

પહેલી જૂનથી ફોર્મ ભરી શકાશેઃ

જામનગર તા. ૧૬: જામનગરમાં ૧૨૦ વર્ષ જૂના શેઠ હંસરાજ લધા તથા કાનજી લધા હિન્દુ કન્યા છાત્રાલય (શેઠ હંસરાજ લધા ચેરીટી ટ્રસ્ટ, મુંબઈ સંચાલિત)માં બહારગામથી આવતી અને જ ામનગરની કોઈપણ શાળામાં ધો.૯થી ૧૨ તથા કોલેજના પ્રથમ વર્ષમાં કોઈપણ પ્રવાહમાં અભ્યાસ કરવા ગરીબ અને અશક્ત બાળાઓ, બહેનોને રહેવા, જમવાની સુવિધા સંસ્થા દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે આ કન્યા છાત્રાલયમાં દાખલ થવા ઈચ્છતી હોય તેમણે છેલ્લી પરીક્ષા ઉત્તીર્ણ કર્યાની માર્કશીટ, ગ્રામ પંચાયતનો દાખલો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બે પાસપોર્ટ સાઈઝ ફોટા સાથે તા.૧-૬-૨૪થી તા.૧૦-૬-૨૪ સુધીમાં જામનગરમાં ડીએસપી બંગલા સામે, ત્રણબત્તી, સંસ્થાના કાર્યાલયમાં ફોર્મ મેળવી જામનગરમાં રહેતા કોઈપણ એક વ્યક્તિની ઓળખાણ, સરનામું, ફોન નંબરની વિગતો સાથે, વાલી સાથે હાજર રહી તે ફોર્મ ભરવાનું રહેશે. સંસ્થામાં વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. વધુ વિગતો માટે કન્યા છાત્રાલયના મેનેજર રમેશભાઈ (૦૨૮૮-૨૬૬૨૪૦૨, ૯૨૭૫૧ ૬૮૫૦૯)નો સંપર્ક કરવા ટ્રસ્ટે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh