Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી એરપોર્ટ પર જ વડોદરાની ફ્લાઈટ રોકીને કરાયું ચેકીંગઃ કાંઈ મળ્યું નહીં!

બોમ્બની અફવાના કારણે ૧૮૪ મુસાફરો થયા પરેશાનઃ

નવી દિલ્હી તા. ૧૬: દિલ્હીથી વડોદરાની ફ્લાઈટમાં બોમ્બની અફવાના કારણે દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઈટને રોકવામાં આવી હતી. આ ફ્લાઈટમાં ૧૮૦ યાત્રીઓ હતાં.

દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું હતું. એર ઈન્ડિયા ફ્લાઈટ એઆઈ-૮૧૯ માં બોમ્બ હોવાની માહિતી મળતા એન.એસ.જી. કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનિક પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. એક યાત્રીના જણાવ્યા અનુસાર ૧૦કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ પર રોકવામાં આવી હતી.

એઆઈ-૮૧૯ ના યાત્રીઓને પ્રથમ દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતાં. ફ્લાઈટમાં બોમ્બની અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઈટને રોકવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી ૧૮૦ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત સુધી ચેકીંગ કર્યા પછી બોમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મળી રહેલી માહિતી અનુસાર એઆઈ-૮૧૯ ફ્લાઈટમાં ૧૮૦ યાત્રી વડોદરા આવવા નીકળ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh