Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર પાસે એક વાડી નજીકથી નગરના આસામીના મોબાઈલની ઉઠાંતરી

દ્વારકામાંથી યુવતીનો મોબાઈલ ઉપડી ગયોઃ

જામનગર તા. ૧૬: જામનગરના પંચેશ્વર ટાવર પાસે એક વાડી પાસેથી ગઈકાલે મોબાઈલ સેરવાઈ ગયો છે. દ્વારકામાં ધ્વજારોહણ કાર્યક્રમમાં આવેલા એક યુવતીના ફોનની તફડંચી થઈ છે. વરવાળા નજીક હોટલ પાસેથી અમદાવાદના આસામીનો મોબાઈલ ઉપડી ગયો છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા મિલનભાઈ રમેશભાઈ ગણાત્રા ગઈકાલે સાંજે પંચેશ્વર ટાવર નજીક આવેલી લોહાણા મહાજન વાડી પાસે આવ્યા હતા. ત્યારે તેમનો વન પ્લસ કંપનીનો રૃા.૧૨ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી જતાં મિલનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કલ્યાણપુર તાલુકાના જામ દેવરીયા ગામના હમીરભાઈ મારખીભાઈ ભાટીયા મંગળવારે સવારે દ્વારકામાં ધ્વજારોહણના એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે તેમના પુત્રીનો રૃા.૨૦ હજારની કિંમતનો વન પ્લસ  મોબાઈલ ચોરાઈ ગયો હતો.

જામદેવરીયા ગામના અક્ષય ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈ તા.૮ની સવારે દ્વારકાના વરવાળા પાસે એક હોટલ નજીક હતા ત્યારે તેમનો સેમસંગ કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh