Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના નવી નગરી વિસ્તારનો લો-વોલ્ટેજનો એક વર્ષથી લટકતો પ્રશ્ન અંતે ઉકેલાયો...

સાંસદ પૂનમબેન માડમની સૂચનાથી

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના છેવાડા ઓખા ગામે ર૦ર૩ માં બીપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે દિવસો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો જે પૂર્વવત થયા પછી લો વોલ્ટેજનો ગંભીર પ્રશ્ન થયેલો આ પ્રશ્ન વિકટ બનતો જતો રહેતો હતો તથા વારંવાર ઈલેક્ટ્રીક મોટરો બળી જવી, પંખા બળી જવા, ટી.વી., એ.સી.માં નુકસાન, લો વોલ્ટેજમાં એ.સી. ચાલુ ના થવા જેવા અનેક પ્રશ્નો ઊભા થતા હતાં. આ પ્રશ્નો અંગે સ્થાનિક રહેવાસીઓ આગેવાનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પાલિકા તંત્રને પણ જણાવ્યું હતું.

નવી નગરી વિસ્તારમાં રહેતા હેમલભાઈ ભટ્ટ તથા વિનોદભાઈ હસમુખભાઈ ભટ્ટ દ્વારા દ્વારકા જિલ્લાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યને જણાવતા તેમણે સાંસદ પૂનમબેન માડમને આ ગંભીર પ્રશ્ન કહેતા માત્ર ચાર જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ આવ્યો છે.

કાર્યપાલક ઈજનેર નાગાર્જુન ગોરાણિયા તથા ડે. ઈજનેર ચૌધરીએ તુરત જ થાંભલા ઊભા કરીને નવું ટ્રાન્સફોર્મર તથા ફીડરમાં લોડ ઓછો કરીને માત્ર ચાર જ દિવસમાં લો-વીજ વોલ્ટેજનો પ્રશ્ન ઉકેલી દેતા લોકોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh