Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભર ઉનાળે ૫વન સાથે માવઠું થતા બેવડી ઋતુની અનુભૂતિ
જામનગર તા. ૧૬: ગુજરાત, સૌરાષ્ટ્રમાં હવામાનની છેલ્લા બે-ત્રણ દિવસથી કરવટ બદલી છે, અને પવન સાથે માવઠું થતા અમુક સ્થળે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
ગઈકાલે હાલારના જામજોધપુર અને ભાણવડ પંથકમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હોવાના વાવડ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમુક સ્થળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે બપોર પછી વાતાવરણ પલ્ટાયું હતું અને હળવો વરસાદ વરસ્યો હોત. બુટાવદર, સમાણા, સીદસર, નરમાણા, બાવરીદળ સહિતના ગામડામાં માવઠાના વાવડ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા, ગડુ વગેરે ગામોમાં પણ ગઈકાલે કમોસમી વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યાં છે. બીજી તરફ હાલારના અમુક વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી ગયા છે. આમ બેવડી ઋતુનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial