Advertisement
Author: નોબત સમાચાર

સુગર, હાર્ટ, લીવર સહિતની ૪૧ દવાઓ થશે સસ્તી

ભારત સરકારે રાહત આપતા

નવી દિલ્હી તા. ૧૬: ભારત સરકારે રાહત આપતા ૪૧ જેટલી દવાઓ સસ્તી થશે તેવા અહેવાલો છે.

ભારત સરકારે અમૂક રોગોની સારવારમાં વપરાતી દવાઓના ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યાે છે. કેન્દ્ર સરકારે ૪૧ દવાઓ અને ૬ ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેકમિશન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટી બાયોટીક્સની કિંમતો નક્કી કરવામાં આવી છે જેના કારણે ૪૧ દવાઓ સસ્તી થશે અને તમારે દવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે નહીં.

નેશનલ ફાર્માસ્યુટિક્લ પ્રાઈસીંગ ઓથોરીટી ઓફ ઈન્ડિયા એટલે કે એનપીપીની ૧૪૩મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એનપીપીએએ એક સરકારી નિયમનકારી એજન્સી છે જે ભારતમાં ફાર્માસ્યુટિકલ દવાઓના ભાવને નિયંત્રિત કરે છે.

ભારતમાં ડાયાબિટીસના ૧૦ કરોડથી વધુ દર્દીઓ છે અને વિશ્વમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ધરાવતા દેશોમાં ભારત પણ આગળ છે. દેશમાં ડાયાબિટીસ સામાન્ય બની ગો છે અને દવાઓ અને ઈન્સ્યુલીન પર નિર્ભર એવા ઘણાં દર્દીઓ માટે આ નવા સમાચાર કામના સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે ચેપ અને એલર્જી સિવાય આ મલ્ટી વિટામિન્સ અને એન્ટી બાયોટીક્સની કિંમતો ઉંચી હોય છે જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ વધુ થઈ જાય છે. આથી સામાન્ય લોકોને આ ૪૧ દવાઓ સસ્તી થવાથી રાહત મળશે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એનપીપીએએ ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન બંનેમાં વપરાતી ૬૯ દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યાે હતો. એનપીપીએએ આ રોગોમાં વપરાતી ૬૯ દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમત નક્કી કરી હતી અને ૩૧ ફોર્મ્યુલેશનની દવાઓની કિંમતો નક્કી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh