Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં રપ જૂનથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઃ અંબાલાલ
અમદાવાદ/નવી દિલ્હી તા. ૧૬: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૩૧ મી મે આસપાસ કેરળ પહોંચી શકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ રપ જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
દેશમાં અત્યારે એક તરફ કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગએ દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેનું અનુમાન અને તારીખ જણાવી છે.
હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૩૧ મે ની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ ૭ દિવસના આગળ-પાછળ વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને ૧પ જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૪ દિવસના આગળ-પાછળના માર્જિન સાથે ૩૧ મે ની આસપાસ કેરળ પહોંચવાની સંભાવના છે. આ તારીખ સમગ્ર દેશમાં ચોમાસાની પ્રગતિના મહત્ત્વના સૂચક તરીકે કામ કરે છે. ઉલ્લેખનિય છે કે, કાળઝાળ ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત ચોમાસાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે કહ્યું હતું કે, 'આ જલ્દી નથી, પણ આ સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની ઋતુની શરૃઆતની સામાન્ય તારીખ પહેલી જૂન છે.'
નોંધનિય છે કે આઈએમડીએ ગયા મહિને દક્ષિણ-પશ્ચિમમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. આ ઉપરાંત આઈએમડીએ વધુમાં જણાવ્યું હતું કે 'કેરળમાં ચોમાસાની શરૃઆતની તારીખ અંગેની તેની આગાહીઓ ર૦૧પ સિવાય છેલ્લા ૧૯ વર્ષમાં સાચી સાબિત થઈ હતી.
હવામાન વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧૯ મે ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગો અને નિકોબાર ટાપુઓમાં આગળ વધવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ૧૬ મે થી અને પૂર્વ ભારતમાં ૧૮ મે, ર૦ર૪ થી હીટ વેવનો નવો રાઉન્ડ શરૃ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગએ બુધવારે જાહેર કરેલી આગાહીમાં આ માહિતી આપી છે.
બીજી તરફ ગુજરાત માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તે મુજબ રપ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૃ થશે, તેમજ ૭ થી ૧૦ જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૃ થઈ શકે છે તથા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ૧૪ થી ૧૮ જુન વચ્ચે આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે તથા ર૬ મે થી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના છે તેમજ રાજ્યમાં ૧૭ મે થી ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રપ મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન ૪પ ડીગ્રીથી પાર જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ૪૩ ડીગ્રી પાર જશે, તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન ૪ર ડીગ્રી રહેવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial