Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે બંને આસામીની તરફેણમાં કર્યાે હુકમઃ
જામનગર તા. ૧૬: જામનગરના બે આસામીને પ્લોટનો કબજો સોંપી આપવા જીઆઈડીસી દ્વારા આદેશ કરાયો હતો. તે હુકમ સામે બંને આસામીએ અદાલતમાં અપીલ કરી હતી. અદાલતે અરજદારોની તરફેણમાં હુકમ ફરમાવ્યો છે.
જામનગરમાં ગુજરાત ઈન્ડ. ડેવલોપર્સ કોર્પોરેશન (જીઆઈડીસી) દ્વારા જીજ્ઞેશ રમેશચંદ્ર કનખરા સામે ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એક્ટ-૧૯૭૨ની કલમ ૫ (૧) હેઠળ હુકમ કરી પ્લોટનો કબજો સોંપી આપવાનો આદેશ કર્યાે હતો. તે હુકમ સામે જીજ્ઞેશ કનખરાએ અપીલ નોંધાવી હતી. તે અપીલ અદાલતમાં ચાલી જતાં જીઆઈડીસી દ્વારા જુન ૨૦૨૧માં કરાયેલા હુકમને રદ્દ જાહેર કરાયો છે. અરજદારને લેણી રકમ, વિલંબ ખર્ચ તથા કરારનામાની શરત મુજબ બાંધકામ પૂરૃ નહીં કરવા બાબત પ્લોટનો હેતુફેર ઉપયોગ કરવા માટે યોગ્ય રજૂઆત કરવાની પુરતી તક આપી અરજદારના પ્લોટના કબજા અંગે ફરીથી નિર્ણય કરવા પરત સોંપવાનો પણ હુકમ કરાયો છે.
આ જ રીતે જીઆઈડીસીએ સંદીપ રમેશચંદ્ર કનખરા સામે પણ પ્લોટનો કબજો સોંપી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે સંદીપ કનખરાએ અપીલ નોંધાવી હતી. તેમાં પણ આવી જ રીતે હુકમ કરવામાં આવ્યો છે. બંને અરજદાર તરફથી વકીલ આરીફ ગોદર, કપિલ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial