Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષા ચલાવવાનો વ્યવસાય ચાલતો ન હોવાના કારણે નગરના યુવાનનો ફાંસો

અકળ કારણથી ઝેરી દવા પી લેનાર યુવતીનું મૃત્યુઃ

જામનગર તા. ૧૬: જામનગરના ભીમવાસમાં રહેતા એક રિક્ષાચાલક યુવાને ધંધો સરખો ચાલતો ન હોવાથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે સલાયા નજીકના સીમાણી કાલાવડ ગામના એક યુવતીએ અકળ કારણથી વિષપાન કર્યા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ શેરી નં.૩માં રહેતા દીપકભાઈ અમરશીભાઈ ખીમસુરીયા (ઉ.વ.૩૬) નામના યુવાન રિક્ષા ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા હતા. તેમાં થોડા દિવસથી ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે અત્યંત ચિંતા અનુભવતા દીપકભાઈએ ગઈકાલે સાંજે પોતાના ઘરે એક ઓરડામાં સાડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

તેની જાણ થતાં પરિવારે દીપકભાઈને નીચે ઉતારી રિક્ષામાં જ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા મૃતકના નાનાભાઈ મનોજ અમરશીએ પોલીસને જાણ કરી છે. અપ મૃત્યુની નોંધ કરી પીએસઆઈ આર.પી. અસારીએ આગળની કાર્યવાહી કરી છે.

ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામમાં રહેતા મનિષાબેન હેમતભાઈ નામના વીસ વર્ષના કોળી યુવતીએ ગઈ તા.૧ના દિને પોતાના ખેતરે જઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે ખંંભાળિયા દવાખાને લઈ જવાયેલા આ યુવતીને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના માતા રાધુબેને પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh