Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પશુપાલકો માટે પશુઓની કાળજી રાખવાની માર્ગદર્શિકા

અતિવૃષ્ટિ અને વાવાઝોડા દરમિયાન

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના પશુપાલકો માટે વર્ષાઋતુ- ૨૦૨૪ અન્વયે અતિવૃષ્ટિ અને વાવાઝોડા દરમિયાન પશુઓની કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં જણાવ્યા અનુસાર, પશુપાલકોએ ૭૨ કલાક ચાલે તેટલો ઘાસચારો અને પાણીનો સંગ્રહ સુરક્ષિત જગ્યાએ કરી રાખવો જોઈએ. પશુ માલિકે ઉપલબ્ધ ઘાસચારો જો ખુલ્લી જગ્યામાં સંગ્રહ કર્યો હોય, તો તેને તાલપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકીને યોગ્ય વજનથી દબાવી દેવો જોઈએ.

વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ખીલે ન બાંધતા પાકી સંરક્ષણ દીવાલ હોય તેવી સલામત જગ્યાએ રાખવા. પશુપાલકો પાસે માલિકીની પાકી જગ્યા ઉપલબ્ધ ન હોય, તો ગામમાં સાર્વજનિક સલામત જગ્યાઓ જેવી કે ગામની ગૌશાળામાં પશુઓનું સ્થળાંતર કરાવવું જોઈએ. વાવાઝોડા બાદ ઈજાગ્રસ્ત થયેલા અને બીમાર પશુઓની તાત્કાલિક ધોરણે સારવાર કરાવવી જોઈએ. જો પશુઓમાં રોગચાળો જણાય તો તેમનું તાત્કાલિક રીતે રસીકરણ કરાવવું.

પશુપાલકોએ સંબંધિત આસપાસના વિસ્તારના પશુ ચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી જોઈએ અને તેમનો જરૂર જણાયે સંપર્ક કરવો. પશુઓને નિચાણવાળા, પાણી ભરાય તેવા, વહેતા નદી કે ઝરણાં પાસેના સ્થળોએ ન બાંધવા જોઈએ. પશુઓને વીજળીના થાંભલા, વીજ વાયરથી નજીકના સ્થળોએ ન બાંધવા. પશુઓને કાચા, જર્જરીત રહેઠાંણ કે વૃક્ષ નીચે આશ્રય ન આપવો. વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરવા માટે ન લઈ જવા જોઈએ.

આ અંગે કોઈપણ બાબતની વધુ જાણકારી મેળવવા માટે જે-તે નજીકના પશુ દવાખાનામાં સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh